- મહીસાગર લુણાવાડાની ભગત હોસ્પિટલના ડૉ મયુર ભગત ગર્ભ પરીક્ષણ કરતા રાજસ્થાન પોલીસના હાથે ઝડપાયા, રાજસ્થાન સરકારને મળેલી બાતમીના આધારે સ્ટીંગ ઓપરેશનમાં ડૉ મયુર ભગત ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા
- અમદાવાદ :મ્યુનિસિપલ કોર્પોરેશન નવા પશ્ચિમ ઝોનમાં હોબાળો
રેસ્ટોરન્ટ અને ઢાબા માલિકોએ હોબાળો મચાવ્યો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની બહાર ધરણા, કોર્પોરેશન દ્વારા છેલ્લાં એક મહિનામાં 150 થી વધુ રેસ્ટોરન્ટ અને ઢાબાના માલિકોને આપવામા આવી છે નોટિસ - ખેડા:નડિયાદ સંતરામ મંદિર ખાતે રાજ્યના સીએમ વિજય રૂપાણી પહોચ્યાં, મહા પુનમ નિમીત્તે ચાલી રહ્યો છે 3 દિવસીય મેળો.
સીએમએ લીધા મહારાજ પૂ.શ્રી રામદાસ મહારાજના આશીર્વાદ - અમદાવાદ સાબરકાંઠાની દુષ્કર્મ પીડિતા સગીરાએ એબોર્શન માટે માગેલી મંજૂરીનો મામલો, હાઈકોર્ટે એબોર્શન માટે ન આપી મંજૂરી
પીડિતાની દેખરેખ રાખવા અને ડીલિવરી સુધી તમામ જરૂરી મેડિકલ સુવિધા આપવા હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ - અમદાવાદ: AMC નવા પશ્ચિમ ઝોન ખાતે રેસ્ટોરન્ટ માલિકોનો હોબાળો
એસ્ટેટ વિભાગે પાર્કિંગ મામલે મૌખિક ચેતવણી અપાતા વ્યાપારીઓમાં રોષ, ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્ર આપશે નોટીસ - અમદાવાદમાં આરોગ્ય વિભાગે કરેલા દરોડાનો મામલો, આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નમુના અપ્રમાણિત જાહેર, ડિસેમ્બર 2017માં 8 જેટલી દુકાનો પર કર્યા હતા દરોડા, પરીક્ષણ બાદ ખાદ્યનમૂના આરોગ્ય માટે જોખમકારક સાબિત
- અમદાવાદ GSTના નામે થઈ છેતરપિંડી, પગાર પર લાગતા GSTના રૂપિયા એડવાન્સ જમા કરાવી આચરી છેતરપીંડી, ગોમતીપુરની બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતા ધારકે કરી છેતરપીંડી, આરોપીના ખાતામાં 3 લાખથી વધુ રૂપિયા જમા થતા બેન્કને શંકા જતા નોંધાવી ફરિયાદ
ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી - અમદાવાદના રસ્તા પર રખડતી ગાયો મુદ્દે કોર્ટનું સખત વલણ
કોર્ટે કહ્યું કે કોર્ટ ઇમ્પ્લીમેન્ટિંગ ઓથોરિટી નથી, રસ્તા લોકો માટે છે ગાયો માટે નહીં, ગૌચરની સ્થિતિ આજે જગજાહેર છે, ગૌચરની જમીન છે જ ક્યાં ?? ગૌચરની જમીન કાર કંપની કે અન્ય કંપનીઓ પાસે છે, આ પહેલા પણ રખડતા ઢોર મુદ્દે સુનાવણી થઈ અને ઓર્ડર હાઇકોર્ટે કરેલા છે એનું થોડા સમય પાલન કરાય છે પછી એ સ્થિતિ એમની એમ થઈ જાય છે - રાજકોટના કોઠારીયા રોડ પર વાહનોને આગ ચાંપવાનો મામલો, ગઈકાલે ગણતરીની કલાકોમાં પોલીસે એક સગીર સહિત 6 આરોપીની કરી ધરપકડ, પોલીસ દ્વારા કોઠારીયા રોડ પર આચેપીનુ સરઘસ કાઢવામાં આવ્યું, આરોપી લોકો મા ભય ફેલાવવા માંગતા હોવાથી વાહનોને આગ ચાંપી હતી.
- મુંબઈ ગત રાત્રે મુંબઈ એરપોર્ટ પરથી 15 કિલો સોનુ પકડાયું, પોલીસે એક કિલોના 15 સોનાના બિસ્કિટ કર્યા જપ્ત, જેકેટમાં બિસ્કિટ લઇ જતા કોરિયાના પેસેન્જરને ઝડપી પાડ્યો
- સુરત ઉધના વિસ્તારમાં યુવાનનો આપઘાત, ખોટી રીતે પોલીસ દ્વારા માર મારવાના અને ધમકી આપવાના લીધે યુવાને આપઘાત, કર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ, ગત મોડી રાત્રે બુટલેગરોએ મોરારજી વસાહતમાં કરી હતી તોડફોડ, ઉધના પોલીસે મૃતક ભાવેશની ખોટી રીતે અટકાયત કરી હોવાનો આક્ષેપ
- બનાસકાંઠા પાલનપુરમાં પાકિસ્તાની વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ થતા ખળભળાટ, પાકિસ્તાનના હૈદરાબાદના શખ્સ દ્વારા ગ્રુપ બનાવી પાલનપુરના યુવાનોને ગ્રુપમાં જોડવામાં આવી રહ્યા છે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.