વડોદરા શહેરમાં આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી એક ફૂટનો વધારો થયો છે.
વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18.50 ફૂટ થઇ ગઇ છે અને આજવા ડેમની સપાટી વધીને 212.20 ફૂટે પહોંચતા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. જેને પગલે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને પગલે શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, રાજમહેલ રોડ, વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 17.50 ફૂટ થઇ ગઇ હતી.આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી ફરીથી વધીને 212.20 ફૂટે પહોંચી છે.