Elon Musk Blue Tick Update: જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી બ્લુ ટિક વિશે રોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરની માહિતી મુજબ, ઈલોન મસ્કે ટ્વીટ કરીને માહિતી શેર કરી છે. જેમાં મસ્કે જૂના બ્લુ ટિક ધારકોને માત્ર 8 દિવસનો સમય આપ્યો છે. મસ્કે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જેમની પાસે બ્લુ ટિક સબસ્ક્રિપ્શન નથી, તેમના હેન્ડલર્સ પાસેથી 20 એપ્રિલે બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જોકે, અગાઉ 1 એપ્રિલે બ્લુ બેજ હટાવવાના અહેવાલ હતા. પરંતુ આ વખતે મસ્કે પોતે જ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટિક હટાવવાની માહિતી શેર કરી છે. હવે જોવાનું એ રહેશે કે 20 એપ્રિલે બ્લુ બેજ હટાવવામાં આવે છે કે નહીં?
યુઝર્સ ગુસ્સે ભરાયા
મસ્કના ટ્વીટ પર યુઝર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યુઝર્સે સ્પષ્ટ લખ્યું છે કે, તેને હટાવી દેવો જોઈએ. આવા જ એક યુઝરે પોતાની બ્લુ ટિક સાથે ક્યાંક ફરવા માટે લખ્યું છે. આ સિવાય ઘણા યુઝર્સે અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી છે. એક યુઝર્સે તો એમ પણ જણાવ્યું હતું કે, મસ્ક તમે સીધા મુદ્દા પર આવી ગયા છો. ફરાવીને વાત ના કરો. કોઈપણ રૂપિયા ચૂકવ્યા વિના પહેલેથી જ વેરિફાઈડ યુઝર્સના આઈડી પર લેગસી એકાઉન્ટ્સમાંથી બ્લુ બેજ દૂર કરવાની જાહેરાત સાથે, સોશિયલ મીડિયા યોદ્ધાઓએ મોર્ચો સંભાળી લીધો છે.
https://twitter.com/elonmusk/status/1645863107175284738?s=20
બ્લૂ ટિક પાછળ કેટલો ખર્ચ થશે ?
આપને જણાવી દઈએ કે, ટ્વિટરે બ્લુ ટિકને લઈને અલગ-અલગ ચાર્જ લગાવ્યા છે. જાણકારી મુજબ, ભારતીય યુઝર્સને બ્લુ ટિક માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, જો તમે એક સાથે આખા વર્ષ માટે સબસ્ક્રિપ્શન લેવા માગો છો, તો તમને 6800 રૂપિયામાં બ્લુ ટિક મળશે. પરંતુ તમારે તેમાં ઘણી શરતોનું પાલન કરવું પડશે. બ્લુ ટિક સેવા લીધા પછી તમે 4 હજાર અક્ષરોમાં ટ્વિટ કરી શકશો. તે જ સમયે, તમને 30 મિનિટમાં 5 વખત એડિટ કરવાની સુવિધા પણ મળશે. બ્લુ ટિક સર્વિસ મેળવવાની સાથે યુઝર્સ ટ્વિટર પર ફુલ એચડી ક્વાલિટીનો વીડિયો પણ શેર કરી શકશે.