Gold Price Today, 20 March 2023: સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં બેન્કિંગ સિસ્ટમની ખરાબ હાલત અને શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે સોનું સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનું (Gold Price Today) આજે 60,000ની સપાટી વટાવી ગયું છે. સોનાના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે ચાંદી (Silver Price) પણ 70,000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ પ્રમાણે, 10 ગ્રામ સોનું 1,451 ટકા મોંઘુ થઈ 59 હજાર 671 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સોનું તેના ઓલ ટાઈમ હાઈ પર હતું. ત્યારે તેનો ભાવ 58,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
કેરેટના હિસાબે સોનાનો ભાવ
- કેરેટ ભાવ (રૂપિયા/10 ગ્રામ)
- 24 59,671
- 23 59,432
- 22 54,659
- 18 44,753
ચાંદી પણ મોંઘી થઈ
આ સિવાય ચાંદી પણ આજે તેજી સાથે ટ્રેડ થઈ રહી છે. ચાંદીનો ભાવ આજે 1.24 ટકાની તેજી સાથે 69 હજાર 353 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ટ્રેડ કરી રહી છે.
1 એપ્રિલથી માત્ર છ આંકડાવાળું હોલમાર્કિંગ સોનું વેચાશે
નવા નિયમ મુજબ, 1 એપ્રિલના રોજથી 6 આંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં નહીં આવે. જેમ આધાર કાર્ડમાં 12 આંકનો કોડ હોય છે, તેવી જ રીતે સોનામાં 6 આંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે એટલે કે આના જેવું કંઈક- AZ4524 હશે. આ નંબર દ્વારા એ જાણી શકાશે કે સોનું કેટલા કેરેટનું છે. દેશભરમાં સોના પર ટ્રેડમાર્ક આપવા માટે 940 સેન્ટર બનાવવામાં આવ્યા છે. હવે ચાર અંકનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે
ચેક કરો ભાવ
તમે સોનાનો ભાવ તમારા ઘરે બેસીને પણ ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ તમે ફક્ત 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપી ભાવ ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ કરો છો, તે જ નંબર પર તમને મેસેજ મળી જશે.