Civil construction Sector: બાંધકામ ક્ષેત્રે કામ કરતી કંપની HG ઇન્ફ્રા એન્જિનિયરિંગને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ શુક્રવારે રાત્રે આ અંગે શેરબજારને જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, NHAI એ આંધ્ર પ્રદેશમાં હાઈવે પ્રોજેક્ટ માટે બિડ જીતી લીધી છે. કંપનીને મળેલા આ ઓર્ડરનું કદ 800 કરોડ રૂપિયાથી વધુ છે.
તમને જણાવી દઈએ કે, કંપનીએ જાન્યુઆરીમાં જ 700 કરોડ રૂપિયાથી વધુનો રેલવે પ્રોજેક્ટ જીત્યો છે. મળતી માહિતી મુજબ NHAIના હાઈવે પ્રોજેક્ટ માટે કંપની L1 બિડર છે એટલે કે કંપનીની બિડ સૌથી ઓછી રહી છે. ઓથોરિટીએ આ પ્રોજેક્ટની કિંમત રૂ. 943.99 કરોડ અંદાજી હતી, જોકે કંપનીએ રૂ. 862.11 કરોડની બિડ કરી હતી જે સૌથી ઓછી બિડ સાબિત થઈ હતી.
બે હાઇવે બનાવવાનો પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ હેઠળ બે હાઈવે પર કામ કરવાનું છે. એક તમિલનાડુ-આંધ્રપ્રદેશ સરહદ પરનો 4-લેન હાઇવે છે અને બીજો આંધ્ર પ્રદેશમાં NH 71 પર 6-લેનનો હાઇવે છે, જેનું કામ પ્રસ્તાવિત છે.
શેર પર શું અસર પડી?
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર 0.4 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ.909 પર બંધ થયો હતો. શેરે તેના રોકાણકારોને એક વર્ષમાં 19 ટકા વળતર આપ્યું છે. 3 મહિનામાં સ્ટોક 7 ટકાથી વધુ વધ્યો છે. એક મહિનામાં સ્ટોક 2 ટકાથી વધુ ઘટ્યો છે.