FPI Investment: અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં ફેરફારને કારણે FPIs તેમની વ્યૂહરચના બદલી રહ્યા છે. અમેરિકામાં બોન્ડ પરની યીલ્ડ ફરી વધી હોવાથી FPIs આગામી દિવસોમાં ફરી વેચવાલી કરી શકે છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ આ મહિના (માર્ચ)ના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારોમાં રૂ. 40,710 કરોડનું રોકાણ કર્યું છે. મેક્રો ઇકોનોમિક પરિદ્રશ્યમાં સુધારો અને સ્થાનિક મોરચે મજબૂત ડેટાને કારણે FPIs ભારતીય શેરો તરફ આકર્ષિત રહે છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, અગાઉ ફેબ્રુઆરીમાં FPIsએ શેરમાં રૂ. 1,539 કરોડનું રોકાણ કર્યું હતું. તે જ સમયે, જાન્યુઆરીમાં તેણે રૂ. 25,743 કરોડના શેર વેચ્યા હતા.
FPIs તેમની વ્યૂહરચના બદલી રહ્યા છે
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે યુએસમાં બોન્ડ યીલ્ડમાં ફેરફારને કારણે FPIs તેમની વ્યૂહરચના બદલી રહ્યા છે. અમેરિકામાં બોન્ડ પરની યીલ્ડ ફરી વધી હોવાથી FPIs આગામી દિવસોમાં ફરી વેચવાલી કરી શકે છે. હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડિરેક્ટર, મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “ગ્લોબલ ઇકોનોમિક આઉટલૂકમાં સુધારો થવાને કારણે FPIs ભારત જેવા બજારો તરફ વળ્યા છે. આ સિવાય માર્કેટમાં તાજેતરના ‘કરકશન’એ પણ તેમને રોકાણ કરવાની તક આપી છે.
લોન અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 10,383 કરોડનું રોકાણ કર્યું
શેર ઉપરાંત, FPIs એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 10,383 કરોડનું રોકાણ કર્યું છે. ડેટ અથવા બોન્ડ માર્કેટ વિશે વાત કરીએ તો, બ્લૂમબર્ગે આવતા વર્ષે 31 જાન્યુઆરીથી ઇમર્જિંગ માર્કેટ (EM) લોકલ કરન્સી ગવર્નમેન્ટ ઇન્ડેક્સમાં ભારતીય બોન્ડનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આ કારણે એફપીઆઈ બોન્ડ માર્કેટમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ, તેઓએ ફેબ્રુઆરીમાં બોન્ડ માર્કેટમાં રૂ. 22,419 કરોડ, જાન્યુઆરીમાં રૂ. 19,836 કરોડ અને ડિસેમ્બરમાં રૂ. 18,302 કરોડ મૂક્યા હતા. એકંદરે, આ વર્ષે અત્યાર સુધીમાં FPIsએ ભારતીય શેરબજારમાં રૂ. 16,505 કરોડનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે ડેટ માર્કેટમાં 52,639 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.