ગૌતમ અદાણી આ વિદેશી કંપનીનો સમગ્ર ભારતીય બિઝનેસ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે..
ગૌતમ અદાણીની કંપની હોલસીમ ગ્રુપ પાસેથી અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડ ખરીદવાનું વિચારી રહી છે. અદાણી ગ્રુપે તાજેતરમાં સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે.
ભારતનું અદાણી ગ્રુપ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલસીમ ગ્રુપના સમગ્ર ભારતીય બિઝનેસને ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. અદાણી ગ્રૂપે આ માટે વાટાઘાટો શરૂ કરી છે અને ફાઇનાન્સની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ અંગે ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
અદાણી ગ્રુપે તાજેતરમાં સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીની કંપની હોલસીમ ગ્રુપ પાસેથી અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ ખરીદવા માંગે છે. અદાણી ગ્રુપે તાજેતરમાં સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. આ માટે, જૂથે જૂન 2021 માં અદાણી સિમેન્ટ લિમિટેડ નામની નવી કંપનીની રચના કરી. આ સિવાય ગ્રુપ પાસે પહેલેથી જ અદાણી સિમેન્ટેશન લિમિટેડ નામની સિમેન્ટ કંપની છે. અદાણી સિમેન્ટેશન લિમિટેડ ગુજરાતમાં એક સંકલિત સુવિધાનું નિર્માણ કરી રહી છે.
હોલ્સિમનો ભારતીય બિઝનેસ ખરીદવાના ફાયદા
અદાણી ગ્રૂપ તેનો માર્કેટ શેર વધારવા માટે આક્રમક રીતે પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ, હોલસીમ તેના મુખ્ય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેના ભારતીય વ્યવસાયને વેચવા માંગે છે. હોલ્સિમ હાલમાં અલ્ટ્રાટેક સિમેન્ટ પછી ભારતીય બજારમાં બીજી સૌથી મોટી કંપની છે. અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડની સંયુક્ત ક્ષમતા વાર્ષિક 66 મિલિયન ટન છે. જો અદાણી ગ્રૂપ આ બે સિમેન્ટ કંપનીઓને ખરીદે છે, તો તે ભારત જેવા મહત્ત્વના માર્કેટમાં બીજા નંબરે આવી જશે.
આટલો જૂનો હોલસીમનો ભારતમાં બિઝનેસ
હોલસીમ ગ્રુપની કંપનીઓ ભારતમાં છેલ્લા 17 વર્ષથી બિઝનેસ કરી રહી છે. કંપની ભારતમાં ત્રણ મોટી બ્રાન્ડ ધરાવે છે, જેમાં અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ અને માયસેમનો સમાવેશ થાય છે. આમાંથી બે અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. હોલસીમ અંબુજા સિમેન્ટમાં 63.1 ટકા હિસ્સો ધરાવે છે. એ જ રીતે, અંબુજા સિમેન્ટ ACC લિમિટેડમાં 50.05 ટકા હિસ્સો ધરાવે છે. હોલસીમ એસીસીમાં સીધો 4.48 ટકા હિસ્સો ધરાવે છે.
હોલસીમ પાસેથી બિઝનેસ ખરીદવાની રેસમાં પણ
અદાણી ગ્રૂપ ઉપરાંત, JSW પણ હોલસીમ ગ્રૂપના ભારતીય બિઝનેસને ખરીદવા માટે રસ લઈ રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અદાણી ગ્રુપ હોલસીમના ભારતીય બિઝનેસને ખરીદવાની રેસમાં મોખરે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. સૂત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે અદાણી હોલસીમના ભારતીય બિઝનેસને ખરીદવામાં સફળ થશે તેની કોઈ ખાતરી નથી. લાઈવ ટીવી