Business: ગૌતમ અદાણી નેટવર્થઃ મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેની નેટવર્થ વિશે જાણો.
ગૌતમ અદાણી બન્યા સૌથી ધનિક ભારતીય.
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરી એકવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાનો તાજ મેળવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રૂપના શેરોમાં થયેલા જબરદસ્ત ઉછાળાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઝડપથી વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીને પાછળ છોડીને 12મા સ્થાને પહોંચી ગયા છે.