GST: ભારે ઉદ્યોગ મંત્રાલય ફ્લેક્સી ફ્યુઅલ વ્હીકલ (FFVs) પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની વિનંતી પર વિચાર કરી રહ્યું છે. આ વાહનો પર GSTનો દર હાલમાં 28 ટકા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રાલય વિવિધ હિતધારકો અને અન્ય સરકારી એજન્સીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાણા મંત્રાલયને આ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ પછી GST કાઉન્સિલ આ મુદ્દે નિર્ણય લેશે.
તેમણે કહ્યું, “અમને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર GST ઘટાડવાની વિનંતીઓ મળી છે. અમે આ મુદ્દે વિવિધ હિતધારકો અને વિવિધ મંત્રાલયોના મંતવ્યો જાણવા માટે બેઠકો યોજી રહ્યા છીએ. અમને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો કહે છે કે FFV પર વર્તમાન 28 ટકા ટેક્સમાં ઘટાડો જરૂરી છે.
અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “અમને FFVs પર GST ઘટાડવાની જરૂર છે કે કેમ તેની સમીક્ષા કરવા માટે કહેવામાં આવ્યું છે.” ફ્લેક્સ ફ્યુઅલ એ પેટ્રોલ અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવેલું વૈકલ્પિક બળતણ છે. FFV એક કરતાં વધુ પ્રકારના ઇંધણ પર ચાલી શકે છે.