Sensex Top 10 – સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છની માર્કેટ મૂડી (એમ-કેપ) ગયા સપ્તાહે કુલ રૂ. 57,408.22 કરોડ ઘટી હતી. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 214.11 પોઈન્ટ અથવા 0.29 ટકાનો ઘટાડો થયો હતો. 1 જાન્યુઆરીએ સેન્સેક્સ 72,561.91 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. ગયા સપ્તાહે TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 20,929.77 કરોડ ઘટીને રૂ. 13,67,661.93 કરોડ થયું હતું. ટીસીએસમાં સૌથી વધુ નુકસાન થયું હતું.
TCS અને HDFC બેંકને સૌથી વધુ નુકસાન થયું છે.
HDFC બેન્કની માર્કેટ મૂડી રૂ. 20,536.48 કરોડ ઘટીને રૂ. 12,77,435.56 કરોડ થઈ હતી. હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપ રૂ. 10,114.99 કરોડ ઘટીને રૂ. 6,15,663.40 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 4,129.69 કરોડ ઘટીને રૂ. 6,36,222.11 કરોડ અને ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 1,608.05 કરોડ ઘટીને રૂ. 6,97,357.42 કરોડ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું બજાર મૂલ્ય રૂ. 89.24 કરોડ ઘટીને રૂ. 5,72,826.22 કરોડ થયું હતું.
રિલાયન્સને સૌથી વધુ ફાયદો થયો
આ વલણથી વિપરીત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 14,816.85 કરોડ વધીને રૂ. 17,63,644.77 કરોડ સુધી પહોંચી ગયું છે. ITCનું મૂલ્યાંકન રૂ. 14,409.32 કરોડ વધીને રૂ. 5,91,219.09 કરોડ થયું હતું. ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 8,200.55 કરોડ વધીને રૂ. 5,88,846.09 કરોડ થયું છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની માર્કેટ મૂડી રૂ. 7,020.75 કરોડ વધીને રૂ. 5,34,082.81 કરોડ થઈ છે.
આ છે ટોપ-10 કંપનીઓ
ટોપ-10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને LIC આવે છે.