Paytm Crisis: મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસે તેના રિપોર્ટમાં કહ્યું છે કે, Paytmને વેપારીઓના બિઝનેસમાં સૌથી વધુ નુકસાન થઈ શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધની અસર આગામી નાણાકીય વર્ષમાં પણ દેખાશે. નાણાંકીય વર્ષ 2025માં પેટીએમની આવકમાં 24 ટકાનો ઘટાડો થઈ શકે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના અનુમાન મુજબ, Paytmની આ ખોટ PhonePe અને Google Pay જેવી કંપનીઓ માટે સારા સમાચાર લાવી શકે છે. આગામી નાણાકીય વર્ષમાં આ કંપનીઓની આવકમાં સારો ઉછાળો જોવા મળી શકે છે.
Paytmનો બિઝનેસ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.
મોતીલાલ ઓસ્વાલના રિપોર્ટ અનુસાર RBIના પ્રતિબંધોને કારણે Paytmનો બિઝનેસ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પેટીએમ ખોવાયેલો કારોબાર પાછો મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં, અમને ડર છે કે આગામી નાણાકીય વર્ષમાં કંપનીની આવકમાં 24 ટકા અને નફામાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. મોતીલાલ ઓસ્વાલે કહ્યું કે જ્યારે કંપની તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે ત્યારે અમે તેની ફરીથી સમીક્ષા કરીશું.
ગ્રાહકો કરતાં વધુ વેપારીઓ
Paytm થી અંતર
રિપોર્ટ અનુસાર, પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધના કારણે Paytm સતત ગ્રાહકો અને વેપારીઓને ગુમાવી રહ્યું છે. તેણે ચેતવણી આપી છે કે લગભગ 20 ટકા વેપારીઓ Paytmથી દૂર જઈ શકે છે. જો કે, કંપની તેના મોટાભાગના ગ્રાહક આધારને બચાવવામાં સફળ થઈ શકે છે. આ મહિને જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સને થર્ડ પાર્ટી UPI એપ ચલાવવા માટે મંજૂરી આપી હતી. આ માટે યસ બેંક, SBI, HDFC અને એક્સિસ બેંકની પસંદગી કરવામાં આવી છે.
RBIનો પ્રતિબંધ 15 માર્ચથી અમલમાં આવ્યો છે
મોતીલાલ ઓસ્વાલના રિપોર્ટ અનુસાર, Paytmની આવક સિવાય કંપનીનું પેમેન્ટ પ્રોસેસિંગ માર્જિન એક તૃતિયાંશ ઘટી શકે છે. આ ઘટાડો કંપનીના બિઝનેસમાં ઘટાડાને કારણે થઈ શકે છે. RBIનો Paytm પેમેન્ટ્સ બેંક પરનો પ્રતિબંધ 15 માર્ચથી લાગુ થઈ ગયો છે. જેના કારણે Paytmના બિઝનેસને ઘણું નુકસાન થયું છે. તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ માટે આ એક મોટી તક બની ગઈ છે. PhonePe અને Google Pay સતત તેમના વ્યવસાયને વિસ્તારવામાં વ્યસ્ત છે.