Petrol- Diesel Price Today:પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ડ્રાઇવરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઘર છોડતા પહેલા ઇંધણની નવીનતમ કિંમતો તપાસે. પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ સ્માર્ટફોન પર મેસેજ દ્વારા ચેક કરી શકાય છે. 92249 92249 નંબર પર મેસેજ કરીને સેકન્ડમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાણી શકાય છે.
દેશની સરકારી તેલ કંપનીઓએ સોમવાર એટલે કે 5 ફેબ્રુઆરી 2024 માટે પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે.આજે પણ દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આજે પણ દેશના સ્થાનિક બજારોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.
ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.