Petrol-Diesel Price: લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જો કે ઈંધણના ભાવમાં પહેલાથી જ ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ દેશના સ્થાનિક બજારો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આ સાથે દેશભરના વિવિધ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અમલમાં આવી ગયા છે.
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ તેમની સત્તાવાર વેબસાઈટ પર ઈંધણના નવીનતમ ભાવ અપડેટ કર્યા છે.જો તમે પણ કાર લઈને ઘરેથી નીકળી રહ્યા છો, તો ઇંધણની નવીનતમ કિંમત તપાસવાની સલાહ આપવામાં આવે છે . તમને જણાવી દઈએ કે, ઈંધણના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ
- રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.