PhonePe : ભારતમાંથી દુબઈ જનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વોલમાર્ટ ગ્રૂપની ડિજિટલ પેમેન્ટ ફર્મે ગુરુવારે (28 માર્ચ) જણાવ્યું હતું કે UAEમાં મુસાફરી કરતા PhonePe એપના વપરાશકર્તાઓ હવે Mashreq’s NEOPAY દ્વારા UPI વ્યવહારો કરી શકશે.
NEOPAY સાથે ભાગીદારી
NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) સાથે મશરેકની ભાગીદારી દ્વારા સહયોગની સુવિધા આપવામાં આવી છે. આ ભાગીદારી દ્વારા મશરેકે NEOPAY ટર્મિનલ્સને UPI એપ્સને પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સ્વીકારવા સક્ષમ બનાવ્યા છે, જેનાથી ભારતીય પ્રવાસીઓ વ્યવહારો માટે UPI નો ઉપયોગ કરી શકે છે.
વ્યવહાર કેવી રીતે થશે?
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવશે. PhonePe એ કહ્યું છે કે ખાતામાંથી ડેબિટ ભારતીય રૂપિયામાં થશે, જે ચલણ વિનિમય દરને પ્રતિબિંબિત કરશે. આ ભાગીદારીથી ગ્રાહકો હવે UPI દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકશે.
રેમિટન્સ સેવાઓ પણ શરૂ થશે
મુસાફરી અને સ્થાનિક વ્યવહારોની સુવિધા ઉપરાંત, PhonePe એ કહ્યું કે કોરિડોર રેમિટન્સ સેવાઓ માટે પણ સક્ષમ કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું UPIનો લાભ લઈને નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે, બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ જેવી વિગતોની જરૂરિયાતને દૂર કરશે.