આજે સેન્સેક્સ 33.40 પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 74,119.39 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 19.50 પોઈન્ટ અથવા 0.09 ટકા વધીને 22,493.50 પર પહોંચ્યો હતો.
બેન્ક, ઓઈલ એન્ડ ગેસ, ઓટો, રિયલ્ટી સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે. જ્યારે મેટલ, કેપિટલ ગુડ્સ, મીડિયા અને એફએમસીજી 1-2.5 ટકા વધ્યા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકા વધ્યા છે.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
આજે નિફ્ટી પર, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, ટાટા કન્ઝ્યુમર, ટાટા મોટર્સ અને JSW સ્ટીલના શેર લીલા નિશાન પર બંધ થયા અને M&M, BPCL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક અને ICICI બેન્ક લાલ નિશાન પર બંધ થયા.