Stock Market Close: ભારતીય શેરબજારમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આજના સત્રમાં એનએસઈ પર ઘટતા શેર્સની સંખ્યા વધુ હતી. ઓટો, આઈટી, પીએસયુ, ફિન સર્વિસ, એફએમસીજી અને મેટલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સોમવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 616 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 73,502 પર અને નિફ્ટી 160 પોઈન્ટ અથવા 0.72 ટકા ઘટીને 22,332 પર છે. આજે બેંકિંગ શેરોમાં મોટી વેચવાલી જોવા મળી હતી અને બેંક નિફ્ટી 507 પોઈન્ટ અથવા 1.06 ટકા ઘટીને 47,327 પોઈન્ટ પર બંધ થયો હતો.