Stock Market Down: હાલમાં સેન્સેક્સ 74,000ની મહત્વની સપાટીથી નીચે ગયો છે. નિફ્ટીએ પણ 22,500ની સપાટી તોડી છે.
ભારતીય શેરબજારમાં અચાનક જ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે અને BSE સેન્સેક્સમાં 750 પોઈન્ટથી વધુની નબળાઈ જોવા મળી છે. જેના કારણે સેન્સેક્સ હાલમાં 74,000ની મહત્વની સપાટીથી નીચે ગયો છે. નિફ્ટીએ પણ 22,500ની સપાટી તોડી છે.
આજે BSE સેન્સેક્સ 769.69 પોઈન્ટનો જંગી ઘટાડા સાથે 73,831 અને NSE નિફ્ટી 22,454ની નીચી સપાટીએ ગયો હતો.
આ સમયે બજારની સ્થિતિ કેવી છે?
હાલમાં BSE સેન્સેક્સ 640.21 પોઈન્ટ્સ અથવા 0.86 ટકા ઘટીને 73,970ના સ્તરે અને NSEનો નિફ્ટી 176.90 પોઈન્ટ્સ અથવા 0.78 ટકા ઘટીને 22,471ની સપાટીએ છે.
સેન્સેક્સ શેરોની સ્થિતિ
સેન્સેક્સના 30 માંથી માત્ર 4 શેરો હાલમાં વધી રહ્યા છે જ્યારે ઘટાડાનું લાલ નિશાન શેરોમાં પ્રભુત્વ ધરાવે છે. વધતા શેરોમાં, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, M&M અને ICICI બેન્કના શેર મજબૂત ટ્રેડ કરી રહ્યા છે. ઘટતા શેરોમાં ભારતી એરટેલ સૌથી વધુ 2.40 ટકા તૂટ્યો છે. આ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.92 ટકા નીચે છે. L&T, JSW સ્ટીલ, નેસ્લે અને એશિયન પેઇન્ટ્સના શેર પણ નબળાઈની રેન્જમાં છે.
બજાર અચાનક કેમ ગબડ્યું?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે જેવા હેવીવેઈટ શેરોના ઘટાડાને કારણે બજારમાં અચાનક ઘટાડો થયો હતો. ઈન્ડેક્સમાં આ શેરોનું વેઈટેજ પણ ઊંચું છે, જેના કારણે ઈન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 15 શેરો વધી રહ્યો છે જ્યારે 35 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
BSE માર્કેટ કેપ ઘટ્યું
BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 406.22 લાખ કરોડ થયું છે, જે સવારે રૂ. 410 લાખ કરોડથી વધુ હતું. આ રીતે, બજારના ઘટાડાને કારણે, રોકાણકારોએ ટૂંકા સમયમાં 4 લાખ કરોડ રૂપિયાની જંગી રકમ ગુમાવી છે.