ગુરુવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 73 પોઈન્ટ વધીને 66,546.08 પર, નિફ્ટી 23.85 પોઈન્ટ વધીને 19,835.20 પર છે. જોકે થોડા સમય બાદ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી શેરોમાં ઘટાડા પછી સ્થાનિક શેરબજારોએ શરૂઆતના કારોબારમાં મળેલી ગતિ ગુમાવી દીધી હતી. ટીસીએસએ જણાવ્યું કે સુસ્ત આર્થિક વાતાવરણ સેક્ટર પર પ્રતિકૂળ અસર કરવાનું ચાલુ રાખશે તે પછી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) શેરોમાં ઘટાડો થયો હતો.
બેન્કિંગ, ઓટો અને મેટલ સંબંધિત શેર્સમાં થયેલા વધારાને કારણે 30 શેરો ધરાવતો સેન્સેક્સ 104 પોઈન્ટ વધીને 66,577.60ની ટોચે પહોંચ્યો હતો. જોકે, આઈટી શેર્સમાં ઘટાડાને કારણે સેન્સેક્સ સવારે 9.50 વાગ્યે 84.16 પોઈન્ટ્સ અથવા 0.13 ટકા ઘટીને 66,388.89 થઈ ગયો હતો.
નિફ્ટીએ પણ ટૂંક સમયમાં તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો અને તે 23.70 પોઈન્ટ અથવા 0.12 ટકા ઘટીને 19,787.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે તે 19,843.30 થી 19,784.55 ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ, ટાટા સ્ટીલ અને એમએન્ડએમના શેરમાં વધારો થયો હતો. જોકે, IT અગ્રણી TCSના શેર એક ટકાથી વધુ તૂટ્યા હતા.
TCSએ જણાવ્યું હતું કે સુસ્ત આર્થિક વાતાવરણ IT સેક્ટર પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે. અન્ય એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કી, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ સુધર્યો હતો. સ્થાનિક બજારની વાત કરીએ તો બુધવારે સેન્સેક્સ 393.69 પોઈન્ટ અથવા 0.6 ટકા વધીને 66,473.05 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 121.50 પોઈન્ટ અથવા 0.62 ટકા વધીને 19,811.35 પર બંધ થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવારે રૂ. 421.77 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.