Mutual Funds: મહત્તમ રોકાણ માટે હાલમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આ પૈકી, મ્યુચ્યુઅલ ફંડ ખૂબ લોકપ્રિય છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ) દર મહિને મ્યુચ્યુઅલ ફંડના પ્રવાહનો ડેટા બહાર પાડે છે. AMFIએ માર્ચમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના પ્રવાહના આંકડા જાહેર કર્યા છે. તાજેતરના ડેટા અનુસાર, MFમાં સતત 37મા મહિને નાણાપ્રવાહ જોવા મળી રહ્યો છે.
રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ખૂબ પસંદ કરે છે. જે રોકાણકારો શેરબજારના જોખમથી બચવા માંગતા હોય પરંતુ શેરબજાર કરતા વધુ રોકાણ મેળવવા માંગતા હોય તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) એ બુધવારે મ્યુચ્યુઅલ ફંડના પ્રવાહના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર માર્ચમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 22,633 કરોડનો પ્રવાહ જોવા મળ્યો છે. ગયા મહિનાની સરખામણીએ આ 16 ટકાનો ઘટાડો છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ હજુ પણ હકારાત્મક સ્તરે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં સતત 37મા મહિને સકારાત્મક પ્રવાહ જોવા મળ્યો છે. એકંદરે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ફેબ્રુઆરીમાં રૂ. 1.2 લાખ કરોડનો પ્રવાહ જોયા પછી માર્ચમાં રૂ. 1.6 લાખ કરોડનો આઉટફ્લો જોયો છે.
ડેટ સ્કીમમાં 1.98 લાખ કરોડ રૂપિયાનો જંગી ઉપાડ થયો હતો.
ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ્સમાં માર્ચમાં રૂ. 22,633 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે ફેબ્રુઆરીમાં રૂ. 26,866 કરોડ હતો. સ્મોલ કેપ ફંડને બાદ કરતાં જેમાં રૂ. 94 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. અન્ય તમામ શ્રેણીઓએ ઇક્વિટી સેગમેન્ટમાં પ્રવાહનો અનુભવ કર્યો.
ઇન્ડસ્ટ્રીની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ ગયા મહિને સહેજ ઘટીને રૂ. 53.4 લાખ કરોડ થઈ હતી જે ફેબ્રુઆરીના અંતે રૂ. 54.54 લાખ કરોડ હતી.