અન્ય એક નવી પ્લેયર ભારતીય બજારમાં સસ્તી SUV સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે. ઘણા સમયથી દક્ષિણ કોરિયન કાર કંપની હ્યુન્ડાઈની આવનારી નવી માઈક્રો-SUVના લોન્ચિંગને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. આખરે, Hyundai Cars India એ તેની આવનારી નવી SUVનું નામ જાહેર કર્યું છે. કંપનીએ તેનું નામ Hyundai EXTER રાખ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સસ્તી SUV લોન્ચ થયા પછી મુખ્યત્વે ટાટા પંચ જેવા મોડલ સાથે કોમ્પિટિશન કરશે.
Hyundai આ નવી SUV સાથે તેની વ્હીકલ લાઇનઅપને વધુ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં, કંપનીનો પોર્ટફોલિયો સૌથી સસ્તી વેન્યૂથી લઈને ક્રેટા, અલ્કાઝાર અને ટક્સન જેવા મોડલ સુધીનો છે. Hyundai Exterને પણ અલગ-અલગ ફંક્સને ઘણી વખત ટેસ્ટિંગ કરતી જોવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી તેના નામની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ એવી ચર્ચા હતી કે કંપની આ SUVને વર્તમાન મોડલ Casper ના નામ સાથે ગ્લોબલ માર્કેટમાં રજૂ કરશે, પરંતુ તમામ અટકળો પર વિરામ મુકતા કંપનીએ આ SUVનું નામ જાહેર કર્યું છે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના સીઓઓ તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, “અમને અમારી નવી SUV Hyundai EXTER ના નામની જાહેરાત કરતા ગર્વ અનુભવીએ છીએ, જે સ્માર્ટ મોબિલિટી સાથે નવી જનરેશનના ખરીદદારોની જરૂરિયાતોને પૂરી કરશે. હ્યુન્ડાઈ એક્સ્ટર આ લાઇનઅપમાં 8મી કાર છે. SUV બોડી સ્ટાઇલ સાથે લાઇન-અપમાં મોડલ ખરૂ ઉતરશે તેવો કંપનીને વિશ્વાસ છે.
હાલ આ SUV વિશે હજી સુધી ઓફિશિયલ રીતે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ નાની SUVમાં 1.2-લિટર કેપેસિટીનું ચાર-સિલિન્ડર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પ્રોવાઇડ કરી શકે છે, જેનો ઉપયોગ અન્ય Hyundai મોડલમાં પણ થાય છે. આ એન્જિન 82bhp પાવર અને 114Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આપવામાં આવશે.
તેની લંબાઈ લગભગ 3.8 મીટર હોઈ શકે છે. આ સિવાય તેમાં સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ, ડે ટાઈમ રનિંગ લાઈટ્સ વગેરે આપી શકાય છે. આ કાર Hyundaiના K1 પ્લેટફોર્મ પર આધારિત હશે, જેના પર Grand i19 Nios બનાવવામાં આવી છે. બોક્સી લુક અને ડિઝાઈનવાળી SUV ફીચર્સની બાબતમાં વેન્યુ સાથે ઘણું શેર કરી શકે છે.