2023 Honda Goldwing Tour: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ તેની ફ્લેગશિપ મોટરસાઇકલ – ગોલ્ડ વિંગ ટૂર માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ટુરિંગ મોટરસાઇકલ ભારતમાં સંપૂર્ણ બિલ્ટ યુનિટ તરીકે ઉપલબ્ધ થશે અને તેની કિંમત રૂ. 39.20 લાખ (એક્સ-શોરૂમ) છે. આ બાઇક હોન્ડાની પ્રીમિયમ બિગવિંગ ટોપ લાઇન ડીલરશિપ દ્વારા વેચવામાં આવશે.
લોન્ચ વિશે બોલતા, યોગેશ માથુરે, ડાયરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ), HMSI, જણાવ્યું હતું કે, “હોન્ડાની જાણીતી ગોલ્ડ વિંગ ટૂર ક્લાસ-અગ્રણી લક્ઝરી, આરામ, પરફોર્મન્સ અને સલામતી સાથે આધુનિક ટૂરિંગ કેટેગરીમાં નવા ધોરણો સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે. “અમને એ જણાવતા આનંદ થાય છે કે નવી ગોલ્ડ વિંગ ટુર માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને આ પ્રીમિયર લક્ઝરી ટૂરની ડિલિવરી ઓક્ટોબર 2023માં શરૂ થશે.”
વિશેષતા
ફિચર્સની વાત કરીએ તો, Goldwing Tourerમાં સંપૂર્ણ LED લાઇટિંગ સિસ્ટમ છે. તેમાં 7-ઇંચની ફુલ-કલર TFT ડિસ્પ્લે છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. તેમાં રાઇડિંગ, નેવિગેશન અને ઓડિયો વિશેની માહિતી મળશે. પવન સુરક્ષા માટે ફ્લાય સ્ક્રીન છે, જે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, બે USB Type-C સોકેટ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), એરબેગ્સ અને અન્ય ઘણી સુવિધાઓ છે.
એન્જિન
હોન્ડા ગોલ્ડ વિંગ ટુરમાં 1833 cc, લિક્વિડ-કૂલ્ડ, 24-વાલ્વ, ફ્લેટ સિક્સ-સિલિન્ડર એન્જિન છે, જે 125 bhp અને 170 Nm જનરેટ કરે છે. એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) સાથે જોડાયેલું છે, જે આગળ અને પાછળના કાર્યો સાથે આવે છે.