આ કાર Tata Altroz સાથે સ્પર્ધા કરશે, જેમાં 1.2L પેટ્રોલ અને ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે. આ ઉપરાંત, તે CNG વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે.
2023 Hyundai i20: દક્ષિણ કોરિયન ઓટોમેકર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આ વર્ષે તહેવારોની સિઝન દરમિયાન તેની અપડેટેડ i20 પ્રીમિયમ હેચબેક રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જો કે તેની લોન્ચિંગ તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. હાલમાં જ એક નવું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેના કારણે આ નવા મોડલ વિશે કેટલીક ખાસ વિગતો ઉપલબ્ધ છે. આ ટીઝર ઇમેજ તેની ફ્રન્ટ ગ્રિલ અને નવા હેડલેમ્પ્સમાં કેટલાક નાના ફેરફારો દર્શાવે છે, જે હવે LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ પણ મેળવે છે. આગામી થોડા અઠવાડિયામાં વધુ વિગતો જાહેર થવાની અપેક્ષા છે.
ડિઝાઇન
2023 Hyundai i20 ના ભારત-સ્પેક મોડેલના મોટાભાગના ડિઝાઇન તત્વો યુરોપ-સ્પેક i20 ફેસલિફ્ટથી પ્રેરિત હોવાની શક્યતા છે. તે પુનઃડિઝાઇન કરેલ એલોય વ્હીલ્સ અને ટેલલેમ્પ્સમાં Z આકારના LED ઇન્સર્ટ સાથે અપડેટેડ રીઅર સેક્શન મેળવવાની અપેક્ષા છે. કેટલાક આકર્ષક નવી પેઇન્ટ સ્કીમ વિકલ્પો પણ તેમાં જોઈ શકાય છે. જેને હાલના સાત કલર ઓપ્શન સાથે સામેલ કરી શકાય છે. જેમાં પોલર વ્હાઇટ, સ્ટેરી નાઇટ, ટાઇટન ગ્રે, ટાયફૂન સિલ્વર, ફિયરી રેડ, બ્લેક રૂફ સાથે પોલર વ્હાઇટ અને બ્લેક રૂફ સાથે ફિયરી રેડનો સમાવેશ થાય છે.
નવી Hyundai i20ની કેબિનમાં કેટલાક નાના અપગ્રેડ થવાની અપેક્ષા છે. નવી i20માં ફ્રેશ થીમ અને અપહોલ્સ્ટ્રી મળી શકે છે. હેચબેક ડેશકેમ અને એમ્બિયન્ટ લાઇટિંગ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ્સ સહિત સંપૂર્ણ સલામતી પેકેજ જેવા અનુકૂળ ફીચર અપડેટ્સ મેળવી શકે છે. નવી 2023 Hyundai i20 ફેસલિફ્ટમાં એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay કનેક્ટિવિટી, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ ફોન ચાર્જિંગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રુઝ કંટ્રોલ સાથે 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે.
પાવરટ્રેન
નવી Hyundai i20માં પાવરટ્રેન લાઇનઅપ વર્તમાન મોડલની જેમ જ રાખવામાં આવશે. તેમાં મળેલું 1.2L નેચરલી એસ્પિરેટેડ એન્જિન 83bhp પાવર અને 114Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે 1.0L ટર્બો પેટ્રોલ એન્જિન 120bhp પાવર અને 172Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ, 7-સ્પીડ DCT ઓટોમેટિક અને CVT ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે.
કોની સાથે સ્પર્ધા કરશે?
આ કાર Tata Altroz સાથે સ્પર્ધા કરશે, જેમાં 1.2L પેટ્રોલ અને ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે. આ ઉપરાંત, તે CNG વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે. તેમાં સનરૂફ સહિત અન્ય ઘણી આધુનિક સુવિધાઓ છે.