પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે, સરકાર સતત ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.દરમિયાન, સમાચાર એ છે કે ટોચની કાર ઉત્પાદક Hyundai તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારને ભારતમાં લાવવા માટે તૈયાર છે.કંપનીની નવી કારનું નામ કોના (KONA) છે.એક અગ્રણી ઓટો વેબસાઇટ અનુસાર, Hyundai KONA ઇલેક્ટ્રીક એસયુવી જિનિવા મોટર શોમાં દર્શાવવામાં આવ્યું હતું.ફેબ્રુઆરીમાં ગ્રેટર નોઇડામાં યોજાયેલી ઓટો એક્સ્પો 2018માં તેનું પ્રદર્શન યોજાયુ હતુ.
હવે સમાચાર એ છે કે તે આગામી વર્ષથી ભારતીય બજારમાં લોન્ચ થાય તેવી શક્યતા છે.જો આવું થાય તો તે ભારતમાં Hyundaiની પ્રથમ ઇલેક્ટ્રિક કાર હશે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Hyundai KONA ઇલેક્ટ્રીક વૈશ્વિક બજારમાં બે વેરિયન્ટમાં આવશે.ભારતમાં, તેનું એન્ટ્રી લેવલ સેગમેન્ટ આવશે.સંપૂર્ણ ચાર્જ પર, તે 300 કિ.મી.ના અંતર કાપશે.Hyundai KONA 133 એચપી મોટર, જે 395 ન્યૂટન મીટર ટોર્ક પેદા કરે છે.