Odysse Vader: ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સેગમેન્ટમાં અન્ય એક નવા ખેલાડીએ પ્રવેશ કર્યો છે. અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ Odysse Electric એ આજે બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક બાઇક Odysse Vader લોન્ચ કરી છે. એટ્રેક્ટિવ લૂક અને પાવરફૂલ બેટરી પેકથી સજ્જ, આ દેશની પહેલી બાઇક છે જેમાં 7 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જેનો ઉપયોગ એન્ડ્રોઇડ ડિસ્પ્લે અને ગૂગલ મેપ નેવિગેશન માટે કરવામાં આવશે. કંપનીએ આ બાઇકને રૂ. 1,09,999 (એક્સ-શોરૂમ, અમદાવાદ)ની કિંમતે લોન્ચ કરી છે.
Odysse Vader ઘણી રીતે ખાસ છે, માત્ર કિંમત જ નહીં. આ ઇલેક્ટ્રિક બાઇકને રોજિંદા ઉપયોગ માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે, કંપનીએ તેમાં 18 લિટરની કેપેસિટીની સ્ટોરેજ સ્પેસ આપી છે. આ સિવાય આ બાઇક ઘણા વિવિધ કલર્સમાં પણ ઉપલબ્ધ છે, જેમાં મિડનાઈટ બ્લુ, ફેરી રેડ, ગ્લોસી બ્લેક, વેનોમ ગ્રીન અને મિસ્ટી ગ્રેનો સમાવેશ થાય છે.
કંપનીએ આ બાઇકમાં 3.7 kWhની કેપેસિટી ધરાવતી લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કર્યો છે, જે 3 kWની ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલ છે. આ ઇલેક્ટ્રિક મોટર 6 bhp પાવર અને 170 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઇક એક ચાર્જમાં 125 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને તેની બેટરીને ફુલ ચાર્જ થવામાં માત્ર 4 કલાકનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે.
માત્ર 999 રૂપિયામાં બુક કરો
નવા Odysse Vaderના લોન્ચિંગની સાથે કંપનીએ ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ઇન્ટરસ્ટ ધરાવતા કસ્ટમર્સ કંપનીની ઓથોરાઇઝ ડીલરશીપ દ્વારા માત્ર રૂપિયા 999માં આ બાઇક બુક કરાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાઇકની ડિલિવરી આવતા જુલાઈ મહિનાથી શરૂ થશે, અને આ બાઇકના ખરીદનાર ફેમ-2 સબસિડીનો પણ લાભ લઈ શકે છે.
બાઇક પર ઝડપી નજર
કિંમતઃ 1.10 લાખ રૂપિયા
બેટરી: 3.7 kWh લિથિયમ-આયન
ડ્રાઇવિંગ રેન્જ: 125 કિમી
ચાર્જિંગ સમય: 4 કલાક
ટોપ સ્પીડ: 85 kmph
વાડરનું કર્બ વજન 128 કિલો છે, તેને કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ (CBS) અને આગળનો (240mm) અને પાછળનો (220mm) ડિસ્ક બ્રેક મળે છે. આ મોટરસાઇકલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે 7 ઇંચની ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ સાથે આવે છે અને તેને એપ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેમાં LED લાઇટિંગ અને રિજનરેટિવ બ્રેકિંગ પણ મળે છે.