ટાટાએ એક નવા SUV લોન્ચ કરી છે જેની ચર્ચા કેટલા સમયથી થઇ રહી છે. Tata Harrier ને મુંબઇના એક ઇવેંટમાં લોન્ચ કરવામાં આવી છે. આ SUV ની શરૂઆતની કિંમત 12.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વેરિએંટ XE હશે. જ્યારે ટોપ મોડલ XZ ની શરૂઆતની કિંમત 16.25 લાખ રૂપિયા છે. આ SUV Mahindra XUV500, Hyundai CRETA અને Jeep Compass જેવી જ SUV થી ટક્કર લેશે.
Tata Harrier
XE Rs. 12.69 lakhs
XM Rs. 13.75 lakhs
XT Rs. 14.95 lakhs
XZ Rs. 16.25 lakhs
Tata Harrier ચાર વેરિએંટ્સમાં ઉપલબ્ધ હશે. આમાં XE, XM, XT અને XZ છે. તમને જણાવી દઇએ કે આ કંપનીને નવા OMEGA પ્લેટફોર્મ ઉપર તૈયાર કરવામાં આવી છે. જેને Land Rover D8થી લેવામાં આવ્યુ છે જેને Discovery Sport માં પણ વાપરવામાં આવ્યુ છે.
Harrier Engine 1956 cc
Harrier Power 138 bhp
Harrier Torque 350 Nm
Harrier Transmission 6 M/T