નવા નામ અને પોતાનું મેદાન બદલવા પણ માંગણી કરી
આઈપીએલની ૧૧મી સીઝનમાં આ વખતે ક્રિકેટપ્રેમીઓને ઘણા ફેરફાર જોવા મળશે. ખેલાડીઓની હરાજી ઉપરાંત આ વખતે અન્ય કેટલાક ફેરફાર પણ જોવા મળશે. ૧૧મી સીઝનમાં બે ટીમોની બાદબાકી થશે તો જૂની બે ટીમો આ ટૂર્નામેન્ટમાં ફરી ભાગ લેશે.
બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમની વાપસી કરવા માટે પૂરી રીતે તૈયાર છે. પરંતુ આ વખતે રાજસ્થાન રોયલ્સની ટીમ આ ટૂર્નામેન્ટમાં એક નવા નામ સાથે વાપસી કરતી જોવા મળી શકે છે.
આપને જણાવી દઈએ કે, રાજસ્થાન રોયલ્સના માલિક જયપુર આઈપીએલ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ આઈપીએલની ૧૧મી સીઝનમાં એક નવા નામ સાથે વાપસી કરવા માંગે છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ કે, તેમણે નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ તેઓ આવુ કેમ કરવા માંગે છે તે અંગેનુ કોઈ કારણ રજૂ કર્યુ નથી. એટલુ જ નહીં એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે રાજસ્થાન રોયલ્સે બીસીસીઆઈને તેમનુ મેદાન બદલવાની પણ માંગ કરી છે. આપને જણાવી દઈએ કે, પહેલી સીઝનથી જ જયપુર રાજસ્થાન રોયલ્સનું આધિકારીક મેદાન રહ્યુ છે.