રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું..જેમાં ઉત્સાહભેર લોકો એ ભાગ લીધો હતો.
આજે તારીખ ૨૮/૦૧/૨૦૧૭ ને શનિવાર ના રોજ સવારે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન એ.બી.સી.ચોકડી નજીક એ.બી.સી.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું…
કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું જેનું વિધિવત ઉદ્ઘાટન ભરૂચ જીલ્લા સમહર્તા સંદીપ સાંગલે અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું… જેમાં કોર્પોરેટ ની ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો છે….સાથે સાથે જીલ્લા સમહર્તા અને ધારાસભ્ય એ પણ ગ્રાઉન્ડ ઉપર પોતાના ક્રિકેટ પ્રત્યે ના પ્રેમ ને રોકી ન શક્યતા હતા અને મેચ પ્રારંભ પહેલા પ્રથમ દાવ લેવાનું પણ ચુક્યા ન હતા…