ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે આ મેચમાં પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા.જેના જવાબમાં યજમાન ટીમ પ્રથમ દાવમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઈન્ડિયાને 13 રનની લીડ મળી હતી.ભારતે બીજા દિવસની રમતના અંતે બે વિકેટના નુકસાને 57 રન બનાવી લીધા અને મુલાકાતી ટીમની 70 રનની કુલ લીડ થઈ ગઈ હતી. ભારતીય મેચના ત્રીજા દિવસે ટીમે સમાચાર લખાય ત્યાં સુધીમાં 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે.રાહુલે જેન્સનના બોલ પર 10 રન બનાવ્યા હતા, જ્યારે મયંક રબાડા 7 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારાએ માત્ર 7 રનમાં જેન્સનની બોલ પર પીટરસનને કેચ આપી દીધો .રહાણે બીજા દાવમાં પણ નિરાશ થયો અને માત્ર એક રન બનાવીને રબાડાના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.ભારતીય ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે બીજી ઇનિંગમાં પણ પોતાની બેટિંગથી નિરાશ કર્યા હતા.મોટાભાગના ભારતીય બેટ્સમેનોએ જ્વલંત બોલ સાથે પ્રોટીઝ બોલરો સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.જોકે સુકાની કોહલીએ શાનદાર બેટિંગ કરી અને ટીમ માટે નિર્ણાયક 79 રન બનાવ્યા પરંતુ પૂજારાએ 43 રનનું યોગદાન આપ્યું.ટીમના અન્ય બેટ્સમેનોમાં મયંકે 15 રન,પંતે 27 રન,રાહુલે 12 રનનું યોગદાન આપ્યું હતું.ભારતીય ટીમ પ્રથમ દાવમાં 223 રન જ બનાવી શકી હતી.
પ્રથમ દાવમાં જ્યાં સાઉથ આફ્રિકાના બોલરો સામે ભારતીય બેટ્સમેનો ખાસ કંઈ કરી શક્યા નહોતા તો બીજી તરફ ભારતીય બોલરોએ યજમાન ટીમની હાલત બગાડી હતી. જો કે કીગન પીટરસને 72 રનની સારી ઇનિંગ રમી હતી,પરંતુ કેપ્ટન એલ્ગર આ ઇનિંગમાં 3 રન પર પતાવી ગયો હતો.ટીમ માટે કેશવ મહારાજે 25 રન,વેન ડેર ડુસેને 21 રન જ્યારે ટેમ્બા બાવુમાએ 28 રનનું યોગદાન આપ્યું હતું.દક્ષિણ આફ્રિકા માટે પ્રથમ દાવમાં રબાડાએ ચાર વિકેટ લીધી હતી જ્યારે જેન્સને ત્રણ સફળતા મેળવી હતી.પ્રથમ દાવમાં ભારત માટે સૌથી સફળ બોલર બુમરાહએ 5 વિકેટ લીધી હતી, જ્યારે ઉમેશ યાદવ અને શમીને બે-બે જ્યારે શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી.