India’s Probable Playing 11 for the 2nd T20I Match: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ આજે (14 જાન્યુઆરી) હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે ભારતીય ટીમ આજે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરી શકે છે. બીજી ટી20 મેચમાં વિરાટ કોહલીને તક મળે તેવી પૂરી સંભાવના છે. તે મેચ પહેલા સખત મહેનત પણ કરતો જોવા મળ્યો છે. જો આજે કિંગ કોહલી રમે છે તો લગભગ 429 દિવસ પછી ક્રિકેટ પ્રેમીઓ રોહિત અને વિરાટની જુગલબંધી એકસાથે મેદાનમાં જોવા મળશે.
જો રિપોર્ટ્સનું માનીએ તો પાછલી મેચમાં ખરાબ પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓ બીજી T20 મેચમાંથી બહાર થઈ શકે છે. આમાં શુભમન ગિલ અને રવિ બિશ્નોઈનું નામ ટોપ પર આવે છે. ગિલે પ્રથમ T20 મેચમાં આક્રમક રમત દેખાડી હતી, પરંતુ સિરીઝની શરૂઆત પહેલા કોચ રાહુલ દ્રવિડની પહેલી પસંદ યશસ્વી જયસ્વાલ હતો. જો કે તેની ઈજાના કારણે ગીલને ટીમમાં તક મળી હતી. હવે તે ફરી એકવાર ફિટ છે, એવી આશા છે કે તે બીજી T20 મેચમાં વાપસી કરી શકે છે.
આ સિવાય યુવા રવિ બિશ્નોઈ પ્રથમ ટી20 મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે ત્રણ ઓવરના સ્પેલમાં 11.67ની ઈકોનોમીમાં 35 રન આપ્યા. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેપ્ટન રોહિત શર્મા બીજી ટી20 મેચમાં કુલદીપ યાદવને વધુ એક તક આપી શકે છે. કુલદીપે તાજેતરના સમયમાં ઘણી સારી બોલિંગ કરી છે.
બીજી T20 મેચ માટે
સંભવિત ભારતીય પ્લેઈંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.