નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 2 ઓગસ્ટ રવિવારે કહ્યું હતું કે, મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજનનો સમગ્ર પ્લાન છે.જેનાથી તે અટકળો પર વિરામ લાગી ગયો છે કે, દેશમાં ક્રિકેટની સંચાલન સંસ્થા પાસે હરમન પ્રીત કૌરની આગેવાનીવાળી ટિમ માટે કોઈ યોજના નથી
મહિલા આઈપીએલ ચેલેન્જર સિરીઝ તરીકે ઓળખાય છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા, 19 સપ્ટેમ્બરથી 8 અથવા 10 નવેમ્બર દરમિયાન યુએઈમાં પુરૂષ આઈપીએલ યોજાવાની છે (છેલ્લી તારીખ હજી નક્કી નથી થઈ). બીસીસીઆઈના અધ્યક્ષના કહેવા અનુસાર, કાર્યક્રમમાં મહિલા આઈપીએલને પણ સ્થાન આપવામાં આવશે.
રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પૂર્વે ગાંગુલીએ પીટીઆઈને કહ્યું હતું કે “હું તમને પુષ્ટિ આપી શકું છું કે મહિલાઓની આઈપીએલની સંપૂર્ણ યોજના છે અને રાષ્ટ્રીય ટીમ માટે પણ અમારી યોજના છે.”
બીસીસીઆઈ પ્રમુખને પદ પર ચાલુ રાખવા ફરજિયાત વિરામમાંથી મુક્તિ મળે તે માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. ગાંગુલીએ મહિલા આઈપીએલ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ આ બાબતની જાણકારી ધરાવતા અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા ચેલેન્જરનું આયોજન ગયા વર્ષેની જેમ આઈપીએલના અંતિમ તબક્કામાં યોજાશે.
‘મહિલા ચેલેન્જર સીરીઝ 1 થી 10 નવેમ્બર સુધી યોજવાનું આયોજન છે અને તે પહેલાં શિબિરનું આયોજન થઈ શકે છે,’ સૂત્રએ જણાવ્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટનએ જણાવ્યું હતું કે કેમ્પ કેન્દ્રિય કરારવાળી મહિલા ખેલાડીઓ માટે યોજવામાં આવ્યો હતો. દેશની વર્તમાન પરિસ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. ગાંગુલીએ કહ્યું હતું કે, અમે કોઈ પણ ક્રિકેટરને જોખમમાં મૂકીશું નહીં, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી ક્રિકેટર. તે ખતરનાક બની શકે છે. “