રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં રાજસ્થાન રોયલ્સ સામે 29 રને હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાન રોયલ્સની ઇનિંગ દરમિયાન RCBના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ વચ્ચે ટક્કર થઈ હતી. પરાગે હર્ષલના બોલ પર બે સિક્સર ફટકારી હતી, જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે તુ-તુ મૈં-મૈં ચાલી હતી. બંને ટીમોના ખેલાડીઓએ બચાવમાં આવવું પડ્યું, પરંતુ લડાઈ ત્યાં જ સમાપ્ત થઈ નહીં. મેચ સમાપ્ત થયા બાદ હર્ષલ પટેલે કંઈક એવું કર્યું જેનાથી રમતની ભાવનાને ઠેસ પહોંચી.
રાજસ્થાન રોયલ્સે આરસીબીની છેલ્લી વિકેટ હર્ષલ પટેલ તરીકે લીધી, આ કેચ રિયાન પરાગે લીધો અને વિકેટ કુલદીપ સેનના ખાતામાં ગઈ. હર્ષલના આઉટ થતાં જ આરસીબીની ટીમ 115 રનમાં સમેટાઈ ગઈ હતી. હર્ષલે 11 બોલમાં આઠ રન બનાવ્યા હતા. જ્યારે મેચ પૂરી થઈ અને હર્ષલ અને હેઝલવુડ ડ્રેસિંગ રૂમમાં પાછા ફરવા લાગ્યા ત્યારે રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ બંને સાથે હાથ મિલાવ્યો.
આ દરમિયાન હર્ષલ પટેલે અન્ય તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ જ્યારે રિયાન પરાગે હાથ લંબાવ્યો ત્યારે તે તેમની અવગણના કરીને આગળ વધી ગયો હતો. જે બાદ રિયાન પરાગે પાછળ જોયું પણ હર્ષલ આગળ ગયો. IPL તેની ખેલદિલી માટે જાણીતી છે. ભલે મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે ટક્કર થાય પરંતુ મેચના અંતે બધા એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. હર્ષલ પટેલના આ કૃત્ય માટે ચાહકોએ તેની આકરી ટીકા કરી છે.