IPLમાં ઓલ રાઉન્ડ પ્રદર્શન કરતા હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી હતી. તે બાદ તે સતત સારૂ પ્રદર્શન કર્યુ છે અને ટીમને કેટલીક મેચ જીતાડી છે. હાર્દિક પંડ્યાએ ગત વર્ષે ઇજાને કારણે સ્ટ્રગલ કરવુ પડ્યુ હતુ, તેને ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તે બોલિંગ કરી શક્યો નહતો અને બેટથી રન પણ બનાવી શક્યો નહતો જેને કારણે તેની ટિકા થઇ હતી.
હાર્દિક પંડ્યાએ આઇપીએલમાં દમદાર વાપસી કરી અને પોતાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સને આઇપીએલનો ખિતાબ જીતાડ્યો હતો. તે બાદ હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડના પ્રવાસે મેનચેસ્ટર વન ડે અને લૉર્ડ્સ વન ડેમાં દમદાર પ્રદર્શન કર્યુ હતુ. 71 રનની ઇનિંગ રમી હતી અને બન્ને મેચમાં કુલ 6 વિકેટ ઝડપી હતી. તે બાદ 7 મેચમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સામાન્ય રહ્યુ હતુ.હાર્દિક પંડ્યાએ 7 મેચમાં ફેન્સને નિરાશ કર્યા છે. જેમાં પાકિસ્તાનની એક મેચમાં હાર્દિક પંડ્યાએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી જ્યારે 6 મેચમાં નિરાશ કર્યા હતા.
હાર્દિક પંડ્યા છેલ્લી 7 ટી-20 મેચમાં 114 રન જ બનાવી શક્યો છે. બોલિંગમાં પણ તેને 6 વિકેટ ઝડપી છે. આટલુ ખરાબ પ્રદર્શન જો વર્લ્ડકપમાં પણ રહ્યુ તો ટીમ ઇન્ડિયાએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.દબાણની મેચમાં હાર્દિક પંડ્યાનું નિરાશાજનક પ્રદર્શનએશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી અને અણનમ 25 રન બનાવ્યા હતા.
આ મેચને છોડી દઇએ તો આખા એશિયા કપમાં તે સ્ટ્રગલ કરતો જોવા મળ્યો છે. સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન અને શ્રીલંકા વિરૂદ્ધ મહત્વની મેચ હતી. આ દબાણ ધરાવતી મેચમાં હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગ બન્નેમાં કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. પાકિસ્તાન વિરૂદ્ધ બીજી મેચમાં તો હાર્દિક પંડ્યા પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યો નહતો.