નવી દિલ્હી : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) માં રવિવારે રમાયેલી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 51 રનથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વનડે સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને ભારતીય ટીમે વનડે સિરીઝ ગુમાવી દીધી છે. સ્ટીવ સ્મિથને તેની શ્રેષ્ઠ બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 389 રન બનાવ્યા હતા. 390 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 9 વિકેટના નુકસાન પર 50 ઓવરમાં ફક્ત 338 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 87 દડામાં 89 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન કોહલીએ 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય લોકેશ રાહુલે 76 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જોકે, તે ભારતને જીત અપાવી શક્યા નહીં.
ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3, એડમ જમ્પા અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે હેનરીક્સ અને મેક્સવેલને 1-1 સફળતા મળી હતી.
વોર્નરે 77 બોલમાં 83 રન બનાવ્યા. ફિંચે 60 રન બનાવ્યા. સ્ટીવ સ્મિથે આ શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી હતી. સ્મિથે 64 બોલમાં 104 રન બનાવ્યા હતા. સ્મિથે તેની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. માર્નસ લાબુશેને 61 બોલમાં 70 રન બનાવ્યા. અંતિમ ક્ષણે, ગ્લેન મેક્સવેલ 29 બોલમાં 63 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે ભારતીય બોલરોનો વર્ગ જોરશોરથી લીધો. ભારત તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.
ભારતીય પ્લેયિંગ ઈલેવન: શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા પ્લેયિંગ ઇલેવન : એરોન ફિંચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), હેનરીક્સ, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જેમ્પા અને જોશ હેઝલવુડ.