નવી દિલ્હી : ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં કટકના મેદાન પર ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની આ મહત્વપૂર્ણ મેચ રવિવારે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, 2019 માટે રવિવારનો દિવસ ટીમ ઈન્ડિયા માટે સારો દિવસ નહોતો રહ્યો. ભારતીય ટીમે આ વર્ષે રવિવારે 8 મેચ હારી છે.
વર્ષ 2019 માં ભારત 8 મેચ હારી ગયું છે, જે દિવસે રવિવાર હતો. આ દરમિયાન ભારતને ત્રણ વનડે અને પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ભારતે પોતાની ધરતી પર 8 માંથી 6 મેચ હારી છે. જ્યારે વિદેશી ધરતી પર બે મેચ હારી છે.
2019 માં રવિવારે ભારતનો પરાજય
1. ન્યુઝીલેન્ડ – ભારત (ટી 20 મેચ) – ન્યુઝીલેન્ડ 4 રને જીત્યું, હેમિલ્ટન (રવિવાર 10 ફેબ્રુઆરી 2019)
2. ભારત – ઓસ્ટ્રેલિયા (ટી 20 મેચ) – ઓસ્ટ્રેલિયા 3 વિકેટથી જીત્યું, વિશાખાપટ્ટનમ (રવિવાર 24 ફેબ્રુઆરી 2019)
3. ભારત – ઓસ્ટ્રેલિયા (વનડે) – ઓસ્ટ્રેલિયા 4 વિકેટથી જીત્યું, મોહાલી (રવિવાર 10 માર્ચ 2019)
4. ઈંગ્લેન્ડ – ભારત (વનડે મેચ) – ઇંગ્લેન્ડ 31 રનથી જીત્યું, બર્મિંગહામ (રવિવાર 30 જૂન 2019)
5. ભારત – દક્ષિણ આફ્રિકા (ટી 20 મેચ) – દક્ષિણ આફ્રિકા 9 વિકેટે જીત્યું, બેંગલુરુ (રવિવાર 22 સપ્ટેમ્બર 2019)
6. ભારત – બાંગ્લાદેશ (ટી 20 મેચ) – બાંગ્લાદેશ 7 વિકેટે જીત્યું, દિલ્હી (રવિવાર 3 નવેમ્બર 2019)
7. ભારત – વેસ્ટ ઇન્ડીઝ (ટી 20 મેચ) – વેસ્ટ ઇન્ડીઝ 8 વિકેટે જીત્યું, તિરુવનંતપુરમ (રવિવાર 8 ડિસેમ્બર 2019)
8. ભારત – વેસ્ટ ઇન્ડીઝ (વનડે) – વેસ્ટ ઇન્ડીઝ 8 વિકેટે જીત્યું, ચેન્નઈ (રવિવાર 15 ડિસેમ્બર 2019)