ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં લગભગ તમામ ટીમોએ 12 કે તેથી વધુ મેચ રમી છે. 10 ટીમો વચ્ચે ટ્રોફી મેળવવાની લડાઈ હવે ધીમે ધીમે વધુ રોમાંચક બની રહી છે. હવે ટોપ ફોરનું ચિત્ર થોડું સ્પષ્ટ થતું જણાય છે. ગુજરાત, લખનૌ અને રાજસ્થાનની ટીમો ટોપ 4માં યથાવત છે.
ગુજરાતની ટીમ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સિઝનમાં તેઓ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. બીજા નંબર પર રાજસ્થાનની ટીમ 16 પોઈન્ટ સાથે છે. નેટ રન રેટના આધારે લખનૌની ટીમ ત્રીજા નંબરે સરકી ગઈ છે. દિલ્હીએ પંજાબને 17 રનથી હરાવીને પ્રથમ વખત ટોચના ચારમાં પ્રવેશ કરી તેની પ્લેઓફની આશાઓને વધુ મજબૂત કરી.
પાંચમા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે, જેના હાલમાં 14 પોઈન્ટ છે અને તેણે હજુ એક મેચ રમવાની બાકી છે. તે મેચમાં તેને મોટી જીતની જરૂર છે. છઠ્ઠા નંબર પર કોલકાતાની ટીમ છે, જે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર છે, હાલમાં તેના 12 પોઈન્ટ છે. સતત બે હાર બાદ પંજાબની ટીમ 7મા નંબરે સરકી ગઈ છે. હાલમાં ટીમના 13 મેચમાં 12 પોઈન્ટ છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સતત 5 હારનો સામનો કરીને 8મા નંબરે સરકી ગઈ છે. મુંબઈ સામેની હાર તેમને પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકે છે.
ચેન્નાઈ અને મુંબઈની ટીમો અનુક્રમે 9 અને 10માં નંબરે છે. ચેન્નાઈ 13 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ સાથે 9મા ક્રમે છે જ્યારે મુંબઈની ટીમ 12 મેચમાં 6 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે. આ પહેલીવાર છે જ્યારે ચેન્નાઈ અને મુંબઈની ટીમ પ્લેઓફમાં નથી.