નવી દિલ્હી : ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પુન:સ્થાપના માટે લાદવામાં આવેલા કડક આઇસોલેશન રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમને સત્તાવાર લેખિત ચેતવણી પણ આપવામાં આવી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) 18 જુલાઈ, શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે શિસ્તની સુનાવણી બાદ આ શિક્ષા આપવામાં આવી હતી.
Jofra Archer has been fined and received an official written warning for breaking bio-secure protocols.
— England Cricket (@englandcricket) July 18, 2020
બાર્બાડોસમાં જન્મેલા આર્ચરે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ બાદ ઘરે જઈને બાયો-સેફ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ તેણે આમ કરવા બદલ માફી માંગી.
ગુરુવારે વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ માટે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે પાંચ દિવસના આઇસોલેશનમાં છે. તેણે બે કોવિડ -19 ટેસ્ટ કરાવવાના રહેશે અને નેગેટિવ આવતા જ તે મંગળવારે ટીમના બાકીના સભ્યોમાં સામેલ થઈ શકશે.