કેએલ રાહુલ કમબેક: કેએલ રાહુલના ચાહકો માટે સારા સમાચાર છે. તે એશિયા કપ 2023 માટે સંપૂર્ણ રીતે ફિટ છે અને ટીમમાં વાપસી પણ કરી શકે છે.
KL Rahul Asia Cup 2023 Team India: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી KL રાહુલ વિશે સારા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ એશિયા કપ 2023 માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલને IPL 2023 દરમિયાન ઈજા થઈ હતી. આ કારણથી તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. પરંતુ રાહુલે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બેટિંગની સાથે તે નેટ્સમાં વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.