નવી દિલ્હી : આઈસીસી વિમેન્સ ટી -20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજાની સામે છે. ટોસ જીત્યા પછી ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું, તેણે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા અને ભારત સામે વર્લ્ડ કપના વિજય માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ભારતની ટીમ 19.1 ઓવરમાં 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
AUSTRALIA HAVE DEFENDED THEIR #T20WORLDCUP CROWN ? pic.twitter.com/dSeaN3srVR
— T20 World Cup (@T20WorldCup) March 8, 2020
ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 184 રનનો ટાર્ગેટ
ટોસ જીત્યા પછી ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું, તેણે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા અને ભારત સામે વર્લ્ડ કપના વિજય માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ સૌથી વધુ 78 રન બનાવ્યા જ્યારે એલિસા હિલીએ 39 બોલમાં 75 રન બનાવ્યા. ભારત તરફથી દિપ્તી શર્માએ 4 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રાધા યાદવે એલિસા હિલીને વેદ કૃષ્ણમૂર્તિના કરાવ્યો. આ પછી મેગ લેનિંગ (16) અને એશલી ગાર્ડનર (2) પણ આઉટ થઇ ગઈ. દિપ્તીએ કેપ્ટન મેગ લેનિંગ (16) ને શિખા પાંડેના હાથે કેચ આપ્યો હતો. આ પછી એશલી ગાર્ડનર (2)ને તાનિયા ભાટિયાએ સ્ટમ્પ આઉટ કરી હતી.
Meg Lanning has won the toss and elected to bat at a rapidly filling MCG!
Good decision? ?#T20WorldCup | #FILLTHEMCG pic.twitter.com/o1Vq88PEcs
— T20 World Cup (@T20WorldCup) March 8, 2020
પ્રખ્યાત પૉપ સિંગર કેટી પેરીએ ફાઇનલ પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 75,000 ચાહકોનું મનોરંજન કર્યું હતું.
Let the fireworks begin ??#T20WorldCup | #FILLTHEMCG pic.twitter.com/IzGjo9wkML
— ICC (@ICC) March 8, 2020
ભારતીય ટીમ પ્રથમ વખત ટી -20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે અને ખિતાબ માટે તેઓ ચાર વખત ચેમ્પિયન બનેલી ટીમનો સામનો કરવા જઈ રહ્યા છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 વાગ્યે રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ મોટી મેચના દબાણને સંભાળવામાં તદ્દન પારંગત છે, પરંતુ ભારત પણ પ્રથમ મેચની જીતના આત્મવિશ્વાસ સાથે ઉતરશે. ભારતીય ટીમ 2009, 2010 અને 2018 માં અત્યાર સુધી ત્રણ વખત સેમિફાઇનલમાં પહોંચી હતી.
In 2017, Harmanpreet Kaur's 171* stopped Australia, hunting back-to-back world titles, in their tracks.
Could a similar performance see India seal a maiden #T20WorldCup title?#FILLTHEMCG https://t.co/ZEctLKH9tc
— T20 World Cup (@T20WorldCup) March 7, 2020