અમદાવાદ આજે IPL 15 સિઝનની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે. જેમાં અમદાવાદ ખાતે આવેલી વિશ્વનો સોથી મોટો સ્ટેડિયમ નરેન્દ્રમોદી સ્ટેડિયમ આ બંને મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે.IPL મેચમાં મનોરંજના પ્લેટફોર્મ પર રાજકારણ શરૂ થઇ ગયુ છે. મેચમાં પહેલા ભાજપ કોંગ્રેસ વચ્ચે બેનર વારો શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસ દ્રારા ગુજરાત ટાઇટન્સની ટીમને શુભેચ્છા આપતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલે સરદાર મોટેરા સ્ટેડિયમના બનેરો દર્શાવી શુભેચ્છા પાઠવતા વિવાદ વકર્યો હતો જો કે મામલો બિચક્યો છે.
અમદાવાદના ઠેર-ઠેર વિસ્તારોમાં ભાજપ કોંગ્રેસ દ્રારા ગુજરાત ટાઇટન્સની ટીમ શુભેચ્છા આપતા પોસ્ટર લગાવામાં આવ્યા હતા જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યુ હતુ તાત્કાલિક બેનેરો ઉતારી લેવાયા હતા ગુજરાત ટાઇટનન્સને શુભેચ્છા આપતા બેનરોમાં એક તરફ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને બીજીતરફ પ્રદેશ પ્રભારી રઘુશર્મા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષનેતા સુખરામ રાઠવા ફોટો જોવા મળ્યા હતા તો બનેરના સૌથી ઉપર કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલગાંધી તસીવર દર્શાવેલી છે.
કોંગ્રેસએ પોતાના બેનરોમાં સરદાર પટેલ ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટ મંત્રી કોંગ્રેસ પ્રહાર કરતા ટ્વીટ કર્યુ હતુ કે વર્ષોથી સરદાર સાહેબની અવગણના કરવા વાળાઓને આજે એક દિવસ સરદાર સાહેબનું નામ યાદ આવી ગયો છે.
આ ગુજરાત છે સાહેબ પહેલી સિઝન હોયકે 20 વર્ષનું ઇતિહાસ જીત હમેંશા સાહસિક જુસ્સા થઇ શકે પરિવાર વાદની નહી.