નવી દિલ્હી : પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના પુત્ર સમિતે કોલકાતામાં રમાયેલી અન્ડર -14 ટૂર્નામેન્ટની મેચમાં બેવડી સદી ફટકારી હતી. તેણે પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતી વખતે ધારવાડ ઝોન સામે 201 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં જુનિયર દ્રવિડે 256 બોલ રમ્યા હતા અને 22 ચોગ્ગા ફટકાર્યા હતા. સમિતે બીજી ઇનિંગમાં પણ 95 રન બનાવ્યા હતા. તેણે બોલિંગ પણ કરી હતી અને 26 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જોકે મેચ ડ્રો થઇ હતી.
વિરોધી ધારવાડ ટીમને આ મેચમાં ફક્ત એક જ વાર બેટિંગ કરવાની તક મળી હતી. તે 124 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તે જ સમયે, સમિતની ટિમ વાઇસ પ્રેસિડેન્ટ ઈલેવને પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ ગુમાવીને 372 રન બનાવ્યા, અને બીજી ઇનિંગમાં 1 વિકેટ ગુમાવ્યા બાદ 180 રન બનાવ્યા. સમિત દ્રવિડ હાલ 14 વર્ષનો છે અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર લીગમાં રમી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે તેણે હેડલાઇન્સ બનાવી હોય. તેણે 4 વર્ષ પહેલા તેની સ્કૂલ તરફથી રમતી તેની અન્ડર -12 ડિવિઝન લીગ મેચોમાં પણ 3 અર્ધસદી ફટકારી હતી અને તેની ટીમે ત્રણેય મેચ જીતી લીધી હતી.