ચેન્નાઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની તોફાની બેટિંગના દમ ઉપર આઈપીએલની 14મી સીઝનના 10માં મુકાબલામાં કોલકત્તા નાઈટ રાઇડર્સને 38 રનથી હરાવ્યું છે. આઈપીએલ 2021ની આજે રવિવારે રમાયેલી મેચમાં કેકેઆરને હરાવીને બેંગ્લોરે પોતાની જીતની હેટ્રીક લગાવી હતી. આમ બેંગ્લોરે આઈપીએલમાં પહેલીવાર શરૂઆતની ત્રણે મેચો જીતી છે. 205 રનના મુશ્કેલી લક્ષ્યનો પીછો કરીને કોલકાત્તાની ટીમના ખેલાડીઓ મોટો સ્કોર ન કરી શક્યા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 204 રન બનાવ્યા હતા. જોકે, કોલકાત્તા નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરના અંતે માત્ર 166 રન બનાવી શકી હતી. આ માટે તેમને 8 વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેન્નઈ ખાતે 38 રને માત આપી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન કર્યા હતા. જવાબમાં KKR 168 રન જ કરી શકી હતી. આ મેચ જીતીને RCBએ IPLમાં પહેલીવાર સીઝનની પ્રથમ ત્રણેય મેચ જીતી છે. આ પહેલાં તેમણે સીઝનની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે અને બીજી મેચમાં હૈદરાબાદને 6 રને માત આપી હતી.
રનચેઝમાં નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલે સર્વાધિક 20 બોલમાં 31 રન કર્યા હતા. તે સિવાય ઓઇન મોર્ગને 29, શાકિબ અલ હસને 26 રન બનાવ્યા હતા. બેંગલોર માટે કાઈલ જેમિસને 3 વિકેટ લીધી હતી.
શુભમન ગિલે પાવરપ્લેમાં આક્રમક શરૂઆત અપાવતા 9 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 21 રન બનાવ્યા હતા. તે કાઈલ જેમિસનની બોલિંગમાં મીડ-ઓન પર ડેનિયલ ક્રિશ્ચિયનના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી રાહુલ ત્રિપાઠી 25 રને સુંદરની બોલિંગમાં સિરાજના હાથે કેચ આઉટ થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નઈ ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન કર્યા છે. RCB માટે ગ્લેન મેક્સવેલે પોતાના IPL કરિયરની 8મી અને એબી ડિવિલિયર્સે 39મી ફિફટી ફટકારી. બંનેએ અનુક્રમે 78 અને 76* રન કર્યા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તીએ 2, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણ અને પેટ કમિન્સે 1-1 વિકેટ લીધી.