નવી દિલ્હી : આઈપીએલ (IPL)ની 13 મી સીઝનની 10 મી મેચમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની ટીમ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. 28 સપ્ટેમ્બર, સોમવારે આ મોટી મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમોએ 2 મેચમાં એક-એક જીત મેળવી છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ નેટ રન રેટમાં બેંગ્લોરથી આગળ છે.
MI vs RCB: આંકડા શું કહે છે ..?
આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વધુ સારી સ્થિતિમાં છે. બંને વચ્ચે 25 મેચ (2008-2019) થઈ છે, જેમાં મુંબઈએ 16 અને બેંગલુરુએ 9 મેચ જીતી છે.
A look at the Points Table after Match 9 of #Dream11IPL. pic.twitter.com/DIBbxtze59
— IndianPremierLeague (@IPL) September 27, 2020