પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સ્થિતિ એકદમ ખરાબ જોવા મળી રહી છે. દેશ તો આર્થિક તંગી સામે ઝઝુમી રહ્યો છે પણ હવે બોર્ડની સ્થિતિનો પણ ખુલાસો થયો છે. આ ખુલાસો પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યો છે.શાહિદ આફ્રિદીએ પોલ ખોલતા એક ચેનલ પર કહ્યુ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓની સારવાર પણ કરાવી શકતુ નથી.
ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી પોતાના ખર્ચે લંડન ગયા અને પોતાના ખર્ચે જ સારવાર કરાવીને પરત ફર્યા છે. રહેવાથી લઇને ભોજન સુધી અને ટિકિટનો ખર્ચો પણ ખુદ જ ઉઠાવ્યો છે.શાહીન આફ્રિદી એશિયા કપ રમ્યો નહતોપીસીબીએ આવતા મહિને રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત કરી છે. જેમાં સ્ટાર પ્લેયર શાહીન આફ્રિદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શાહીન આફ્રિદી તાજેતરમાં જ સ્વસ્થ થઇને પરત ફર્યો છે.શાહીન આફ્રિદી ઇજાને કારણે એશિયા કપમાં રમી શક્યો નહતો.
એશિયા કપમાં કેટલીક મેચ પાકિસ્તાનની ટીમ સાથે રહ્યા બાદ ત્યાથી શાહીન સીધો લંડન રવાના થયો હતો. આ દરમિયાન ટિકિટ પણ તેને પોતાના પૈસાથી જ લીધી હતી.મે અહી લંડનમાં ડૉક્ટરને એરેન્જ કર્યા: શાહિદ આફ્રિદીશાહિદ આફ્રિદીએ કહ્યુ, ક્યારેય મુશ્કેલી થઇ જાય છે. હવે હું શાહીનની જ વાત કરૂ. પછી કોઇ પણ હોય શાહીનની જગ્યાએ. હવે તે ખુદ ઇંગ્લેન્ડ ગયો, પોતાની ટિકિટ પર ગયો અને પોતાના પૈસે ત્યા રોકાયો છે.પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યુ, ડૉક્ટર સાથે તેને કોન્ટેક્ટ કર્યો.
અહીથી મે ડૉક્ટરને એરેન્જ કર્યો. ત્યાથી તે ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો, તે બધુ ખુદ કરી રહ્યો છે, જેમાં પીસીબી કઇ નથી કરી રહ્યુ. અહી તે બધી વસ્તુ છે, એવુ નથી કે કોઇ ઇજાગ્રસ્ત થઇ જાય તો…શાહિદનો જમાઇ છે શાહીન આફ્રિદીમહત્વપૂર્ણ છે કે શાહીન શાહ આફ્રિદીની સગાઇ શાહિદની દીકરી સાથે થઇ છે. શાહિદ આફ્રિદીએ ગત વર્ષે જાહેરાત કરી હતી કે તેમની મોટી દીકરીના લગ્ન શાહિન આફ્રિદી સાથે થશે. બન્નેની સગાઇ થઇ ગઇ છે પરંતુ લગ્નની તારીખ હજુ સુધી પાક્કી થઇ નથી.
ટી-20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમબાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહિન શાહ આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર