ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને આક્રમક બેટ્સમેન સુનીલ ગાવસ્કર દિગ્ગજ ખેલાડીની સાથે એક સારી કોમેન્ટ્રી માટે પણ જાણીતા છે. IPL 2022માં સુનીલ ગાવસ્કર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાયેલી મેચ દરમિયાન શિમરોન હેટમાયરની પત્ની પર આવી ટિપ્પણી કરી છે, જેના પછી તેઓ ફસાઇ ગયા છે.
IPL 2022 માં, રાજસ્થાન રોયલ્સે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં શિમરોન હેટમાયર ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો અને જ્યારે હેટમાયર ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો ત્યારે જ ગાવસ્કરે તેના માટે કેટલીક એવી ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે તેમની ઘણી ટીકા થઈ હતી તાજેતરમાં હેટમાયર પિતા બન્યો છે. હેટમાયર ક્રિઝ પર આવતાની સાથે જ ગાવસ્કરે કહ્યું, ‘શિમરન હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ ગઈ છે. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવરી કરશે
રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા કેરેબિયન બેટ્સમેન શિમરોન હેટમાયર પ્રથમ વખત પિતા બન્યા છે. હેટમાયરે થોડા દિવસો પહેલા IPL બાયો બબલ છોડી તેની પત્ની પાસે પહોંચ્યા હતા અને પિતા બન્યા બાદ પરત ફર્યો છે. હેટમાયરની પત્ની પર ગાવસ્કરની આ ટિપ્પણી પછી, સોશિયલ મીડિયા પર ચાહકો સુનીલ ગાવસ્કરની આકરી ટીકા કરવામાં આવી રહી છે અને તેમને કોમેન્ટ્રીમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે.