નવી દિલ્હી : આખરે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી -20 વર્લ્ડ કપને મોકૂફ રાખવામાં આવી છે. 20 જુલાઈ, સોમવારે ટેલિકોનફરન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આની સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નું આયોજન કરવાનો રસ્તો પણ સાફ થઇ ગયો છે.
આઈસીસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આઇસીસીએ કોવિડ -19 રોગચાળાને કારણે ઓસ્ટ્રેલિયામાં સૂચિત મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2020 મુલતવી રાખી છે.” ટી 20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં આઇસીસીને માહિતી આપી હતી કે, હાલના સંજોગોમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું લગભગ અશક્ય હશે અને 16 આંતરરાષ્ટ્રીય ટીમોને અલગ કરવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે.
ઓસ્ટ્રેલિયાએ હાથ ઊંચા કર્યા
આ અગાઉ ઓસ્ટ્રેલિયાના રમત પ્રધાન રિચાર્ડ કોલબેકે કહ્યું હતું કે, તેમનો દેશ ટી -20 વર્લ્ડ કપ માટે ટીમોની હોસ્ટિંગના પડકારને પહોંચી વળી શકે છે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં ટુર્નામેન્ટનું આયોજન કરવું એ યોગ્ય રહેશે.
ICC MEN’S T20 WORLD CUP 2020 POSTPONED – For more details, please refer here: https://t.co/bqjPHt0pP6
— ICC Media (@ICCMediaComms) July 20, 2020