T20 World Cup India’s Squad: આ વર્ષે 1 જૂનથી T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ટીમોની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે છે. BCCI ટૂંક સમયમાં ભારતીય ટીમના 15 સભ્યોની જાહેરાત કરી શકે છે. BCCI સેક્રેટરી જય શાહ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર અમદાવાદ પહોંચી ગયા છે.
ભારતીય ટીમ માટે BCCIની પસંદગીની બેઠકઃ આ વર્ષે 1 જૂનથી T20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ICCએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોની જાહેરાત માટે છેલ્લી તારીખ 1 મે નક્કી કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે.
BCCI સેક્રેટરી જય શાહ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર અમદાવાદની ITC નર્મદા હોટેલ પહોંચ્યા છે. આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય પસંદગી સમિતિની અહીં બેઠક થશે અને ત્યારબાદ ટીમની જાહેરાત કરવામાં આવશે.