નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરની પુત્રી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની મોટી ચાહક છે. ડેવિડ વોર્નરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેમની પુત્રી ઇન્ડી રે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ટેસ્ટ જર્સી પહેરી છે.
ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર કોહલીની જર્સી પહેરેલી તેની પુત્રીની તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું જાણું છું કે અમે શ્રેણી ગુમાવી દીધી છે, પરંતુ અમારી અહીં ખુબ ખુશ છોકરી છે, આભાર, વિરાટ કોહલી, તમારી ટેસ્ટ જર્સી આપવા, ઇન્ડીને તે ખૂબ ગમી.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની પુત્રી ડેવિડ વોર્નરની મોટી ચાહક છે. કોહલીએ સાઇન ઇન ટેસ્ટ જર્સીમાં વોર્નરની પુત્રી ઈન્ડીને તેની ભેટ આપી હતી, ત્યારબાદ વોર્નરે તેની પુત્રીનો એક સુંદર ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેમાં તે કોહલીની ટીશર્ટ પહેરેલી જોવા મળી રહી છે. વોર્નરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો આભાર માન્યો છે.
તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નરની ત્રણ પુત્રીઓ ઇવી (6 વર્ષ), ઇન્ડી (5 વર્ષ) અને ઇસ્લા (18 મહિના)ની છે. વોર્નરની પત્નીનું નામ કેન્ડિસ વોર્નર છે.