ઈન્ડિયન પ્રિમિયર લીગએ ક્રિકેટની દુનિયામાં ધૂમ મચાવી છે. ભારતમાં આઈપીએલને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. તો હવે આઈપીએલનો રંગ હવે પાકિસ્તાનના ક્રિકેટરો ઉપર પણ ચડ્યો છે. પાકિસ્તાની ક્રિકેટરો આઈપીએલના વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝએ આઇપીએલને લઇને પોતાનો મત રજૂ કર્યો છે.
પાકિસ્તાનમાં એક મિડીયા વાતચીત દરમ્યાન વહાબ રિયાઝ એ કહ્યુ હતું કે, આઇપીએલ એક એવી લીગ છે, જ્યાં વિશ્વના તમામ ટોપ ખેલાડીઓ રમવા આવે છે. તેઓ ત્યાં રમે છે, તમે આઇપીએલ સાથે પાકિસ્તાન સુપર લીગની તુલના નથી કરી શકતા.
મને લાગે છે કે, આઇપીએલ નું સ્તર બીલકુલ અલગ છે. તેની પ્રતિબદ્ધતા, જેમ કે તે લોકો બાબતોને ચલાવે છે, તેનો તાલમેલ બેસાડે છે. ખેલાડીઓને ડ્રાફ્ટ કરે છે. આ બધુ જ એક દમ થી અલગ જ હોય છે.
પાકિસ્તાની બોલરે સાતે જ એમ પણ કહ્યુ હતું કે, જ્યારે બોલીંગની વાત આવે છે ત્યારે, પીએસએલમાં જે રીતે બોલર મળે છે, તે પ્રકારના બોલર અન્ય ટી20 લીગમાં મળવા મુશ્કેલ છે. એક જ કારણ છે કે, PSLમાં આપણને વધારે હાઇ સ્કોરીંગ મેચ જોવા નથી મળતી.
જ્યારે અન્ય લીગોમાં એવુ વધારે થાય છે. જોકે વહાબે વાત વાતમાં આઇપીએલના સ્તર અને તેની ઉંચાઇને પાકિસ્તાન સમક્ષ રજૂ કરી હતી. જેની પ્રમાણમાં PSLક્યાંય હજુ પાછળ જ નહી પણ તુલના જ નથી થઇ શકતી.