નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન અને તોફાની બેટ્સમેન આઈસીસી ટી 20 રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. એટલે કે, તે ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી 20 માં ટોપ -5 રેન્કિંગમાં સામેલ કરનાર એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને છેલ્લી બે ટી -20માં ઈંગ્લેન્ડ સામે 73 અને 77 રનની અણનમ ઇનિંગ રમવાનો ફાયદો થયો છે. કોહલીએ 7 રેટિંગ્સ પોઇન્ટ મેળવ્યા છે અને હવે તેના 744 પોઇન્ટ છે.
બીજી તરફ, ભારતીય ઓપનર કેએલ રાહુલને ઇંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણીમાં બે વખત આઉટ થવાના કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. તે ટી -20 રેન્કિંગમાં એક સ્થાન નીચે આવીને ચોથા સ્થાને આવ્યો છે. તેના ખાતામાં 771 રેટિંગ પોઇન્ટ છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન હજી પણ ટી 20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન છે. તેની પાસે 894 રેટિંગ પોઇન્ટ છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ (830 પોઇન્ટ) અને પાકિસ્તાનના બાબર આઝમ (801 પોઇન્ટ) બીજા સ્થાને છે.
ત્રીજી ટી 20 માં 83 રન કરી મેચ જીતડનાર ઇંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર ટી 20 રેન્કિંગમાં પાંચ સ્થાનનો ફાયદો મેળવીને 19 માં સ્થાને પહોંચી ગયો છે. તેની કારકિર્દીની શ્રેષ્ઠ ટી -20 રેન્કિંગ 17 ની પાછળ તે ફક્ત બે સ્થાને છે. તેણે ઓક્ટોબર 2018માં ટી 20 માં શ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું હતું.
અન્ય ભારતીય બેટ્સમેનોની ટી -20 રેન્કિંગ વિશે વાત કરવામાં આવે તો શ્રેયસ અય્યર 32 પોઈન્ટ કૂદીને 31 માં સ્થાને પહોંચી ગયો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 80 માં સ્થાને આવ્યો છે. અને વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડરોમાં 11 મા ક્રમે છે.
જો બેટ્સમેનોની વનડે રેન્કિંગની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી પહેલા સ્થાને છે. તેના ખાતામાં 870 રેટિંગ પોઇન્ટ છે. તે જ સમયે, વેસ્ટ ઇન્ડીઝનો વિકેટકીપર બેટ્સમેન શાઈ હોપને શ્રીલંકા સામેની શ્રેણીમાં સારી બેટિંગ કરતા મેન ઓફ ધ સિરીઝ થયો છે, તે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે સંયુક્ત રીતે સાતમા ક્રમે આવ્યો છે. વનડે રેન્કિંગમાં રોહિત શર્મા (842 પોઇન્ટ) બીજા અને બાબર આઝમ ( 837 પોઇન્ટ) ત્રીજા સ્થાને છે.