પાકિસ્તાનના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઈંગ્લેન્ડની પૂર્વ વિકેટકીપર સારાહ ટેલરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સારા હાલમાં સસેક્સ ક્રિકેટ ક્લબની વિકેટકીપિંગ કોચ છે અને રિઝવાન કાઉન્ટી ક્રિકેટમાં સસેક્સ તરફથી રમે છે. સારા અને રિઝવાનનો વીડિયો ક્રિકેટ લાઈફ સ્ટોરીઝના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
સારાએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે અને રિઝવાનના જોરદાર વખાણ પણ કર્યા છે. સારાએ લખ્યું, ‘સૌથી મહેનતુ માણસોમાંથી એક. તમારી સાથે કામ કરવું સન્માનની વાત છે, આભાર ભાઈ.’
ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ સારાહ ટેલરને વિશ્વની શ્રેષ્ઠ વિકેટકીપર્સમાં સામેલ કરવામાં આવી છે. સારાએ ઈંગ્લેન્ડ માટે 10 ટેસ્ટ, 126 ODI અને 90 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. સારાએ ટેસ્ટમાં વિકેટ પાછળ 18 કેચ (2 સ્ટમ્પિંગ), ODIમાં 87 કેચ 51 સ્ટમ્પિંગ અને T20 ઈન્ટરનેશનલમાં 23 કેચ અને 51 સ્ટમ્પિંગ કર્યા છે.